PTC

કામેશ્વર પી.ટી.સી કોલેજમાં આપણું હાર્દિક સ્વાગત છે.

“ગુણવત્તાસભર શિક્ષક શિક્ષણ દ્વારા ભવિષ્યના શિક્ષકોનું ઘડતર”

કામેશ્વર પી.ટી.સી કોલેજ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કુશળ, સંવેદનશીલ અને જવાબદાર શિક્ષકો તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છે. કૉલેજ, આધુનિક શિક્ષણ પદ્ધતિઓ, પ્રાયોગિક તાલીમ અને મુલ્ય આધારિત શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે.

અમારા વિશે

         કામેશ્વર પી.ટી.સી. કોલેજની સ્થાપના ગુણવત્તાસભર  શિક્ષણ પ્રદાન કરવા અને ભાવિ શિક્ષકોમાં વ્યવસાયિક કુશળતા વિકસાવવા માટે કરવામાં આવી છે. સ્થાપના સમયથી જ કોલેજે શૈક્ષણિક શ્રેષ્ઠતા, સંશોધન, સામાજિક જવાબદારી અને મુલ્ય – આધારિત શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

         કોલેજનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે એવા શિક્ષકો તૈયાર કરવાનો છે, જે આધુનિક શૈક્ષણિક પડકારોનો સફળતાપૂર્વક સામનો કરી શકે અને સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે.

પી.ટી.સી. (ડી.એલ.એડ.) શા માટે ?

  •          પ્રાથમિક શિક્ષક તરીકે કારકિર્દી બનાવવાની તક
  •          બાળ મનોવિજ્ઞાન અને શિક્ષણશાસ્ત્રનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન
  •          સરકારી અને ખાનગી શાળામાં રોજગારીની તકો
  •          અસરકારક સંચાર અને વર્ગ વ્યવસ્થાપનની કુશળતાનો વિકાસ
  •          પ્રાયોગિક શિક્ષણ અને શાળાકીય ઇન્ટર્નશિપનો અનુભવ
  •          શિક્ષણક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે મજબુત પાયો
  •          રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવાની તક